મિત્રો, NDTV ના વરિષ્ઠ પત્રકાર રવીશ કુમારે શ્રી મુરારી બાપુ ના આશ્રમ મહુવા ખાતે એક બૌધિક વાખ્યાન થોડા સમય પૂર્વે આપ્યું અને તે યુ ટ્યૂબ ના માધ્યમ થી લાખો લોકો એ જોયું. આ વ્યાખ્યાન કેટલીક નવી બાબતો આપણી સમક્ષ આજના મીડિયા વિશે લઈને આવે છે.ખૂબ ઊંડાણ પૂર્વકનો અભ્યાસ,ભાષા ની સુકુમારીતા,ને સત્ય પણ કહેવાની એક વિશિષ્ટ શૈલી અને સઁદર્ભ સ્પર્શી જાય છે. મીડિયા હકીકત ને બદલે ધારણા ઉપર ચાલે છે અને તેના પ્રભાવે દેશ અને વિદેશ માં પણ લોકો ધારણા ઉપર આશ્રિત બન્યા છે.હકીકત કઇ જુદીજ હોય છે.પરંતુ મીડિયા પ્રજા ને કેવી રીતે હકીકત થી દુર રાખે છે તે અનેક ઉદાહરણો દ્વારા માર્મિક રીતે આ વાખ્યાન માં ટાંકવા માં આવ્યું છે. એક કરતાં વધુ વાર શાંતિ થી સોભર્યા પછી શ્રી રવીશકુમારે વાપરેલી ભાષા નો વ્યંગ્ય અને વિષય સ્પષ્ટ થશે. આશા રાખું જે વ્યાખ્યાન મુરારી બાપુ જેવા સંતે ખૂબ જિજ્ઞાસા પૂર્વક ગ્રહણ કર્યું હોય તે આપ પણ સાંભળશો અને સમજશો.
Posts
Showing posts from July, 2017
- Get link
- X
- Other Apps
આજે ગુરુપૂર્ણિમા પ્રસંગે આવેલા સંદેશા ઓએ વિચાર આવ્યો કે કેવી આપણી કરુણતા! વિશ્વગુરુ બનવવાની ખેવના વાળા આ દેશ માં ગુરુ હવે શિક્ષક ના રૂપે છે અને તે પણ અસ્તિત્વ ની લડાઈ લડી રહ્યો છે! આધુનિક ગુરુ હવે રાજકીય પ્રયોગશાળાનું માત્ર એક તત્વ બની ગયો છે જે નવું રૂપ ધારણ કરી ને શિક્ષક,અધ્યાપક પદ તો પામ્યો પણ ગુરુ નું તેજ કયો? જેના અભાવે ગુરુ તરફ સમાજ અને પ્રશાસન નો નજરીયો બદલાયો છે. આ માં કયાંક આપણે સ્વયં પણ જવાબદાર છીએ અને કયાંક સંજોગો પણ. સત્તા અને સમાજ સામે ઊભા રહેવા નું ગુરુ પદ આપણે ગુમાવ્યું છે, આ હકીકત કડવી જરૂર છે પણ સાચી છે. ચાલો, આજના આ દિવસે આપણે સૌ ચાણક્યના પથે ચાલનારા શિક્ષકમિત્રો પુનઃ પ્રતિજ્ઞા લઈએ અને માત્ર સત્તાના પ્રિય પાત્ર બનવાની જગ્યાએ સમાજ ને રાષ્ટનિર્માણ માટે આપણું યથાશક્તિ યોગદાન આપીએ અને કયાંક સત્તા/સમાજ સામે કડવું સત્ય બોલવું પડે તો બોલી ગુરુ પદ ને ચરિતાર્થ કરવા તરફ પ્રસ્થાન કરીયે.આ માર્ગ કદાચ કઠિન હશે પણ શુભ અને મનને શાંતિ આપનાર ચોક્કસ હશે. બસ આજ ગુરુ પૂર્ણિમા ની મથામણ છે. દિલીપ પટેલ