આજે ગુરુપૂર્ણિમા પ્રસંગે આવેલા સંદેશા ઓએ વિચાર આવ્યો કે કેવી આપણી કરુણતા! વિશ્વગુરુ બનવવાની ખેવના વાળા આ દેશ માં ગુરુ હવે શિક્ષક ના રૂપે છે અને તે પણ અસ્તિત્વ ની લડાઈ લડી રહ્યો છે! આધુનિક ગુરુ હવે રાજકીય પ્રયોગશાળાનું માત્ર એક તત્વ બની ગયો છે જે નવું રૂપ ધારણ કરી ને શિક્ષક,અધ્યાપક પદ તો પામ્યો પણ ગુરુ નું તેજ કયો? જેના અભાવે ગુરુ તરફ સમાજ અને પ્રશાસન નો નજરીયો બદલાયો છે. આ માં કયાંક આપણે સ્વયં પણ જવાબદાર છીએ અને કયાંક સંજોગો પણ. સત્તા અને સમાજ સામે ઊભા રહેવા નું ગુરુ પદ આપણે ગુમાવ્યું છે, આ હકીકત કડવી જરૂર છે પણ સાચી છે.
ચાલો, આજના આ દિવસે આપણે સૌ ચાણક્યના પથે ચાલનારા શિક્ષકમિત્રો પુનઃ પ્રતિજ્ઞા લઈએ અને માત્ર સત્તાના પ્રિય પાત્ર બનવાની જગ્યાએ સમાજ ને રાષ્ટનિર્માણ માટે આપણું યથાશક્તિ યોગદાન આપીએ અને કયાંક સત્તા/સમાજ સામે કડવું સત્ય બોલવું પડે તો બોલી ગુરુ પદ ને ચરિતાર્થ કરવા તરફ પ્રસ્થાન કરીયે.આ માર્ગ કદાચ કઠિન હશે પણ શુભ અને મનને શાંતિ આપનાર ચોક્કસ હશે.
બસ આજ ગુરુ પૂર્ણિમા ની મથામણ છે.
દિલીપ પટેલ
Comments
Post a Comment