મિત્રો,
NDTV ના વરિષ્ઠ પત્રકાર રવીશ કુમારે શ્રી મુરારી બાપુ ના આશ્રમ મહુવા ખાતે એક બૌધિક વાખ્યાન થોડા સમય પૂર્વે આપ્યું અને તે યુ ટ્યૂબ ના માધ્યમ થી લાખો લોકો એ જોયું.

આ વ્યાખ્યાન કેટલીક નવી બાબતો આપણી સમક્ષ આજના મીડિયા વિશે લઈને આવે છે.ખૂબ ઊંડાણ પૂર્વકનો અભ્યાસ,ભાષા  ની સુકુમારીતા,ને સત્ય પણ કહેવાની એક વિશિષ્ટ શૈલી અને સઁદર્ભ સ્પર્શી જાય છે.

મીડિયા હકીકત ને બદલે ધારણા ઉપર ચાલે છે અને તેના પ્રભાવે દેશ અને વિદેશ માં પણ લોકો ધારણા ઉપર આશ્રિત બન્યા છે.હકીકત કઇ જુદીજ હોય છે.પરંતુ મીડિયા  પ્રજા ને કેવી રીતે હકીકત થી દુર રાખે છે તે અનેક ઉદાહરણો દ્વારા માર્મિક રીતે આ વાખ્યાન માં ટાંકવા માં આવ્યું છે.
એક કરતાં વધુ વાર શાંતિ થી સોભર્યા પછી શ્રી રવીશકુમારે વાપરેલી ભાષા નો વ્યંગ્ય અને વિષય સ્પષ્ટ થશે.
આશા રાખું જે વ્યાખ્યાન મુરારી બાપુ જેવા સંતે ખૂબ જિજ્ઞાસા પૂર્વક ગ્રહણ કર્યું હોય તે આપ પણ સાંભળશો અને સમજશો.

Comments

Popular posts from this blog